Ahmedabad: અમદાવાદમાં જશોદાનગરમાં ડિમોલિશનના વિરોધ દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત થયું છે. ડિમોલિશનના વિરોધમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આજે મહિલાનું LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.
મળતી માહિતી મુજબ ગુરૂવારે જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. બે દિવસથી મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. પરંતુ શનિવારે સવારે મહિલાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો. મહિલાના મોત બાદ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવાર અને સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ સિવાય AMC પર રોષ ઠાલવ્યો હતો.