Ahmedabad: નૈતિક્તા અને પ્રમાણિક્તા જેવું કંઈ રહ્યું નથી’ તેવી ટિપ્પણીઓને ખોટો પાડતો કિસ્સો અમદાવાદ એરપોર્ટમાં જોવા મળ્યો છે. અમદાવાદ એરપોર્ટના સફાઇકર્મીની સતર્કતા-પ્રમાણિક્તાથી ૭૫૦ ગ્રામ સોનું મળ્યું છે.

Ahmedabad: સફાઈકર્મીની સતર્કતાથી કચરાટોપલીની અંદર મૂકેલી ૭૫૦ ગ્રામ સોનાની પેસ્ટ મળવામાં સફળતા

Ahmedabad: બોડી લેન્ગવેજની પણ દાણચોરોને પકડવામાં મહત્ત્વની ભૂમિકા એર ઈન્ટેલિજન્સ યુનિટ, કસ્ટમ્સ અધિકારીઓ વિદેશથી ફૂલાઈટ આવે ત્યારે મુસાફરની બોડી લેન્ગવેજ પર ખાસ નજર રખે છે. જે પણ મુસાફર ગભરાયેલો | લાગે, સતત આજુબાજુ જોતો હોય, કંઈક [છુપાવવા મથી રહ્યો હોય તેમ જણાય તો। તેની સઘન રીતે જડતી લેવામાં આવે છે. આ ઉપરાંત બાતમીદારો પણ સ્મગલર્સને પકડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Ahmedabadના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દિનેશ ગરવા નામનો સફાઈકર્મી રાબેતા મુજબ તેની સફાઈની ડ્યુટીમાં વ્યસ્ત હતો. પુરોષોના શૌચાલયમાં સફાઈ કરતી વખતે તેનુંધ્યાન ડસ્ટબિનમાં પડેલા એક શંકાસ્પદ પેકેટ પર પડ્યું. પેકેટ ખાલી હોવા છતાં વજનદાર લાગતું હતું. જેના કારણે આ પેકેટમાં કંઇક તો ગરબડ છે તેવી તેની માન્યતા દ્રઢ બની. તેણે શંકાના સમાધાન માટે આ પેકેટ ખોલવાનો નિર્ણય લીધો. આ પેકેટ ખોલતાં જ તેની અંદર સીફતપૂર્વકપેક કરેલા સીલબદ્ધ બીજા પેકેટ્સ મળી આવ્યા હતા.

દિનેશ ગરવાએ તાકીદે પોતાના સુવાઈઝર અને બોલાવી લીધા. કસ્ટમ કસ્ટમ્સઅધિકારીઓ એ પેકેટની ચકાસણી કરતાં તેમાંથી ૭૫૦ ગ્રામની શુદ્ધ ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી. મળી આવેલા આ સોનાની કિંમત અંદાજે રૂપિયા ૫૫ લાખ છે. દિનેશ ગરવાએ આ અંગે જણાવ્યું કે, “મેં માત્ર મારી ફરજ નીભાવી છે. કચરાટોપલીમાં વધારે પડતી વજદાર લાગતા મને શંકા થઇ હતી. ’