Ahmedabadમાંથી કચરો એકઠો કરી પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ઉપર નિકાલ કરાય છે.ગુરુવારે સાંજના સમયે એકઠા કરાયેલા કચરામાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.ફાયર વિભાગ દ્વારા વોટર ટેન્કર સહિતના વાહન આગ બુઝાવવા ઘટના સ્થળે પહોંચતા કરાયા હતા.

Ahmedabad: સાંજના સમયે કચરામાં આગ લાગતા ફાયરના વાહન આગ બુઝાવવા પહોંચ્યા

ગુરુવારે સાંજે ૬.૧૫ કલાકના સુમારે, પીરાણા ખાતે આવેલી મ્યુનિ.ની મુખ્ય કચરાની ડમ્પસાઈટ ઉપર એકઠા કરવામાં આવતા કચરામાં એકાએક આગ લાગતા ડમ્પસાઈટ આસપાસના વિસ્તારોમાં દુર દુર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો.દરમિયાન કચરામાં લાગેલી આગ અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામા આવતા ફાયર વિભાગ તરફથી વોટર ટેન્કર સહિતના વાહન કચરામાં લાગેલી આગને કાબૂમાં લેવા સ્થળ ઉપર પહોંચતા કરાયા હતા. પીરાણા ડમ્પસાઈટ ઉપર એકત્ર કરવામા આવતા કચરામાં આ અગાઉ પણ આગ લાગવાની ઘટના બનેલી છે.