અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ત્યારે આજે અષાઢી બીજે વહેલી સવારથી અમદાવાદ મંદિર જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ વચ્ચે અમદાવાદ શહેરમાં સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.

તમને જણાવી દઈએ કે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમ ના અધિકારીઓ જોડાયા હતા.