સુરતમાં Ganesh pandal પર પથ્થરમારાની ઘટનાને પગલે સ્થિતિ તંગ બનતા તેના પ્રત્યાઘાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ન પડે તે માટે ડીજીપીએ ગુજરાતના સીપી, એસપી અને રેંજ આઇજી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિવિધ શહેરોના સંવેદનશીલ વિસ્તારમાં આવેલા Ganesh pandal પર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે સુચના આપી હતી. સાથેસાથે અમદાવાદમાં ૬૨૭ જેટલા ગણેશ પંડાલ પર સ્થાનિક પોલીસને ડ્રોન, સીસીટીવીની સાથે વધારાનો બંદોબસ્ત ગોઠવવાની પોલીસ કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી વાંધાનજક પોસ્ટ પર નજર રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.
ડીજીપીએ પોલીસ કમિશનર્સ, એસપી અને આઈજી સાથે વિડિયો કોન્ફરન્સ યોજીઃ સર્વેલન્સ
સુરતમાં રવિવારે મોડી રાત્રે Ganesh pandal પર પથ્થરમારાની ઘટના બાદ બે જુથ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાને પગલે રાજ્યના ગૃહવિભાગે સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ | સહાયને તાકીદ કરી હતી.
જે અનુસંધાનમાં ડીજીપીએ અમદાવાદ, | રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર્સ, તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકો અને રેંજના તમામ આઇજી સાથે | વિડીયો કોન્ફરન્સથી મીંટીંગ કરી હતી. જેમાં તેમના શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ગણેશ પંડાલ પર જરૂરી બંદોબસ્ત ફાળવવા, સીસીટીવી અને ડ્રોન કેમેરાથી સર્વલન્સ કરવા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને રાતના સમયે સતત પેટ્રોલીંગ કરવા માટે સુચના આપી હતી. આ ઉપરાંત, સોશિયલ મિડીયામાં કેટલાંક લોકો ઉશ્કેરણીજનક પોસ્ટ મુકીને વાતાવરણ તંગ કરી શકે તેવી બાતમીને પગલે સ્ટેટ સાયબર ક્રાઈમ અને અમદાવાદ સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર વોચ રાખીને વાંધાજનક પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવા સુચના આપી છે.
અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું કે અમદાવાદમાં ૬૨૭ જેટલા મોટા પંડાલ સ્થાપવામાં આવ્યા છે. આ ઉપરાંત, હજારો ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આગામી ૧૭મી તારીખે ગણેશ વિસર્જનની સાથે ઈદ-એ-મિલાદની ઉજવણી હોવાથી પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સ્થાનિક પીઆઈ અને એસીપીને નિયમિત રીતે સુચના આપવામાં આવી છે.