Ahmedabad: ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં ઈન્ડસ્ટ્રી ટ્રેનિંગ ફરજીયાત કરાઈ છે ત્યારે હવે નોન ટેકનિકલ એટલે કે બી.કોમ, બીએસસી સહિતના વોકેશનલ કોર્સીસમાં પણ વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી ટ્રેનિંગ મળશે. યુજીસી દ્વારા યુનિ.- ઓ અને કોલેજો માટે એપ્રેન્ટિસશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવામા આવ્યો છે અને જે માટે હાલ ડ્રાફ્ટ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. સૂચનો આવ્યા બાદ ફાઈનલ ગાઈડલાઈન જાહેર કરાશે. આ ડ્રાફટ ગાઈડલાઈન મુજબ ડિગ્રી કોર્સમાં ૬ માસથી એક વર્ષની ઈન્ડસ્ટ્રી-કંપની એપ્રેન્ટિસશિપ રહેશે. જો કે આ પ્રોગ્રામ એ જ યુનિ.કે કોલેજ શરૂ કરી શકશે કે જેની પાસે રેન્કિંગ અને નેકની માન્યતા હશે.

Ahmedabad: ૨૦૨૫થી આ નવી યોજના શરૂ થશેઃ૬ માસથી એક વર્ષની ટ્રેનિંગઃ યુનિ.-કોલેજ માટે નેક-રેન્કિંગ જરૂરી

યુજીસી દ્વારા એપ્રેન્ટિસશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામને શરૂ કરવા તાજેતરમાં મંજૂરી અપાઈ છે અને જે માટે હાલ માત્ર ડ્રાફ્ટ ગાઈડડલાઈન જાહેર કરાઈ છે. ઓ પ્રોગ્રામ જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૨૦૨૫થી વિધિવત રીતે શરૂ થશે. જેમા યુજી કોર્સીસમાં ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં ૬ મહિના ઓછામા ઓછી એપ્રેન્ટિસશિપ રહેશે અને ચાર વર્ષના કોર્સમાં એક વર્ષની | ઓછામા ઓછી એપ્રેન્ટિસશિપ હશે. આ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રી કે કંપનીમાંથી સ્ટાઈપેન્ડ મળશે. | વિદ્યાર્થીઓને ભણ્યા બાદ તરત નોકરી- રોજેગારી મળી શકે તે હેતુથી યુજીસી શરૂ કરાઈ છે.ર દ્વારા આ | નવી યોજના શરૂ ક 1.આ એપ્રેન્ટિસશિપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ(એઈડીપી)ને શરૂ કરવા માટે યુનિ.પાસે નેકની માન્યતા અથવા નેશનલ રેન્કિંગ હોવુ જરૂરી છે.