Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-2015માં ચંડોળા તળાવ ડેવલપ કરવા બે લાખ ચોરસમીટરથી વધુ જગ્યા સોંપવામાં આવી હતી. તળાવની જગ્યામાં થતા ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફે મંગળવારે 1 લાખ ચોરસ મીટર જગ્યા ખૂલ્લી કર્યા પછી બીજા દિવસે માત્ર 50 હજાર ચોરસ મીટર જગ્યા ખાલી કરતા બે દિવસમાં માત્ર 1.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન જ ખુલ્લી કરી શકયા છે.

તળાવના બંગાળી વાસ સિવાયના વિસ્તારમાં બુધવારે સવારથી ડિમોલીશન કામગીરી શરૂ કરાતા અફરાતફરીનો માહોલ છવાયો હતો.ઢોરવાડા સહિતના પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ માલસામાન હટાવી લેવા માટે દોટ મુકી હતી.બે દિવસમાં  મ્યુનિ.તંત્રે ચાર હજાર કાચા-પાકા મકાન,ઝૂંપડા તોડયા હોવાનુ સાાવાર જાહેર કરાયુ છે.

4 હજાર કાચા-પાકા મકાન તોડાયા

દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડામાં આવેલા ચંડોળા તળાવની જગ્યામાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી કાચા,પાકા મકાન,ઝૂંપડા ઉપરાંત ધાર્મિક સ્થાનાના ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સાાધીશોની નજર હેઠળ જ થયા હતા. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.

મંગળવારે 2150 બાંધકામ તળાવની જગ્યામાં તોડી પાડયાનો દાવો કરનાર મ્યુનિ.તંત્રની ટીમે બુધવારે સવારે તળાવની જગ્યામાં ડિમોલીશનની કામગીરી શરુ કરી એ અગાઉ પોલીસના ગ્રીન સિગ્નલ વગર જે.સી.બી.સહિતની મશીનરી મુવ કરાતા એસીપી કક્ષાના પોલીસ અધિકારીએ ડેપ્યુટી ટી.ડી.ઓ.કક્ષાના અધિકારીને  મંજૂરી વગર જે.સી.બી. આગળ લઈ જવાની બાબતને લઈ ખખડાવ્યા હોવાની બાબત ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો..