Ahmedabad: ન્યુ રાણીપમાં રહેતા સૌરીન પટેલ અને તેની પત્ની અક્ષીતાએ અનેક લોકો પાસેથી ક્રેડિટ કાર્ડ પર આકર્ષક વળતર આપવાની લાલચ આપીને સાડા ત્રણ કરોડની છેતરપિંડી આચરી હતી. પોલીસે બંનેની પંજાબથી ધરપકડ કરીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંનેએ કુલ ૪૦થી વધુ લોકો પાસેથી ક્રેડિટ કાર્ડ મેળવીને પાંચ કરોડથી વધુની રકમની ઉંચાપત કરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: પતિ-પત્નીની પોલીસે પંજાબથી ધરપકડ કરીઃ અમદાવાદથી ફરાર થઈ ગયા બાદ ઓળખ બદલીને રહેવાના હતા

શહેરના ન્યુ રાણીપમાં આવેલા, સનરિયલ હોમ્સ ખાતે રહેતા સૌરિન પટેલ અને તેની પત્ની અક્ષીતા પટેલે ઇન્કમ ટેક્ષ ચાર રસ્તા પાસે એન્જલ ફીનટેક નામની કંપની શરૂ કરી હતી. આ ધંધામાં નાણાં એકઠા કરવા માટે યામા સૌરિને તેના ધંધાકીય પરિચિતોના ક્રેડિટ કાર્ડ મેળવીને તેના પર મેળવેલા નાણાં પર બેંક કરતા વધારે વળતરની લોભામણી ઓફર આપીને ૧૪ લોકો સાથે રૂપિયા સાડા ત્રણ કરોડની છેતરપિંડી આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધીને સૌરિન અને તેની પત્ની અક્ષીતાને

પંજાબથી ઝડપી લીધા હતા. સૌરિન અને તેની પત્ની તેમના વિરૂદ્ધ પોલીસમાં અરજી થતા અમદાવાદ છોડીને નાસી ગયા હતા. જ્યાં સૌરિન કાર ડ્રાઈવીંગનું અને અક્ષિીતા એક કંપનીમાં નોકરી કરતી હતી. જેથી કોઈને શંકા ન ઉપજે. બંને જણા કરોડો | રૂપિયા લઈને પોતાની ઓળખ બદલીને રહેવાની ફિરાકમાં પણ હતા. પોલીસે તેમની ધરપકડ કરીને તપાસ કરતા તેમણે ૪૦ લોકો સાથે ક્રેડિટ કાર્ડ પર રોકડ અને પર્સનલ લોન લેવાની મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિડી આચરીને પાંચ કરોડથી વધારેની રકમ પડાવી લીધી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.