Ahmedabad: ગાયકવાડ હવેલી ક્રાઈમબ્રાંચ સંકુલમાં જ ડો.વૈશાલી જોષીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પકડાયેલા ક્રાઈમબ્રાંચના પીઆઈ બી.કે.ખાચરને જામીન આપવાનો અત્રેની સેશન્સ કોર્ટે ઇન્કાર કરી દીધો હતો. આરોપી પીઆઈ બી.કે.ખાચરની જામીન અરજી ફગાવતાં સેશન્સ કોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું કે, મૃતક વૈશાલી જોષીની મળેલ ડાયરી અને ચિઠ્ઠીમાં તેના જ અક્ષરો હોવાનો એફએસએલનો રિપોર્ટ છે.

Ahmedabad: વળી, મૃતકે તેની આત્મહત્યા માટે હાલના આરોપી પીઆઈ ખાચરને જવાબદાર બતાવ્યા છે. આરોપી સામે ખૂબ જ ગંભીર પ્રકારના આરોપ છે. આરોપી એક પોલીસ અધિકારી હોઇ કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે પણ ચેડાં થવાની દહેશત છે ત્યારે આરોપીને આ તબક્કે જામીન આપી શકાય નહીં.

Ahmedabad: પીઆઇ ખાચરે પોતે પરિણિત હોવાછતાં મહિલા તબીબને લગ્નના ખોટા વચન આપી આત્મહત્યા માટે દુસ્પ્રેરિત કરી હતી

સેશન્સ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, । પોલીસ તપાસના કાગળો અને તપાસનીશ અધિકારીનું સોગંદનામું સહિતનું મટિરિયલ્સ જોતાં એ પ્રથમદર્શનીય રીતે સ્પષ્ટ થાય છે કે, આરોપી પીઆઈ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે કે જેમાં તે પોતે પરિણિત હોવાછતાં મૃતક મહિલા તબીબ | કે જે તેને પ્રેમ કરતી હતી તેને લગ્નનું ખોટુ વચન આપી તેને આત્મહત્યા માટે દુષ્પ્રરિત કરી છે. ગુનાની ગંભીરતા જોતાં આરોપી પૌંઆઈ બાવકુ કનુભાઈ ખાચરને જામીન મળવાપાત્ર નથી.

મહિલા તબીબની આત્મહત્યાના દુબેરણ કેસમાં આરોપી પીઆઇ બાવકુ ખાચરના આગોતરા જામીન ગયા મહિને જ ફગાવી દેતા પોલીસે પીઆઈ બી.કે. ખાચરની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. દરમ્યાન લગભગ ૨૫ દિવસ બાદ આરોપી પીઆઈ બાવકુ કનુભાઈ ખાચરે જામીન મેળવવા અત્રેની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.