Ahmedabad: નવરંગપુરા લૉ ગાર્ડન પાસે આવેલી સિન્ટ્રોફિયા ઓવરસીઝ નામની વિઝા કન્સ્લટન્ટન્સી એજન્સીના સંચાલકે એક દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહીને ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીઓએ વર્ક પરમીટના વિઝાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લાખો રૂપિયા લીધા બાદ ફાઇલમાં ખોટો ડોક્યુમેન્ટ હોવાનુ કહીને એમ્બેસીમાંથી ફાઈલ પર લેવડાવી દીધી

Ahmedabad: શહેરના ઓઢવમાં રહેતા સંકેત | સુધી પરિહાર અને તેમની પત્નીને વર્ક પરમીટ સાથે યુકેમાં જવાનું હોવાથી તેમણે જાન્યુઆરી ૨૦૨૪માં લૉ ગાર્ડનમાં આવેલા સચેત-ર સ્થિત સિન્ટ્રોફિયા ઓવરસીઝ નામની કંપનીમાં સંપર્ક કર્યો હતો. જ્યાં મેનેજર તરીકે કામ કરતા દેવાંશી પટેલ સાથે મુલાકાત થઈ હતી. દેવાંશીએ તેમને વર્ક | પરમીટ માટે ૩૫ લાખનો ખર્ચ કહ્યો હતો. જો કે સિન્ટ્રોફિયા ઓવરસીઝના માલિક || અંકિત પટેલે તેમને ૩૦ લાખનો ખર્ચ તેમ ફાઇનલ કર્યો હતો. જેમાં એડવાન્સમાં ત્રણ પરત લાખ લઇને પ્રક્રિયા કરવાનું કહી મેડીકલ આ ચેકઅપ અને આઈએલટીએસની પરીક્ષા હતું પણ અપાવી હતી. ત્યારબાદ સ્પોન્સરશીપનો લેટર અપાવવાનું કહીને ૧૫ લાખ લીધા હતા. જો કે જુન મહિના

કોઈ કાર્યવાહી કરી નહોતી અને સંકેતભાઈને ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. જો કે જુલાઈમાં તેમને વિઝા પ્રોસસ માટે બીજા પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા અને જો નાણાં જમા નહી થાય તો વિઝા કેન્સલ થઈ જશે. જેથી સંકેતભાઈએ તેમને નાણાં આપતા અંકિતે તેમના બાયોમેટ્રીકની પ્રોસેસ કરાવી હતી. પરંતુ, બીજા દિવસે દેવાંશીએ ફોન કરીને ફાઈલમાં ખોટા દસ્તાવેજ હોવાથી ફાઈલ પરત લેવી પડશે. કહીને પરત લેવડાવી હતી. જો કે નાણાં આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. દરમિયાન સંકેતભાઈને જાણવા મળ્યું કે અંકિત પટેલ અને દેવાંશી પટેલે આ મોડુસ ઓપરેન્ડીથી અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ અગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.