Ahmedabad, ચેક રિટર્નના કેસમાં જાણીતા ફિલ્મ નિર્માતા અને પ્રોડયુસર રાજકુમાર સંતોષીને નીચલી કોર્ટે ફટકારેલી એક વર્ષની કેદની સજાને ગુજરાત હાઈકોર્ટે આજે વચગાળાની રાહતરૂપે મોકૂફ રાખી હતી. વ . વધુમાં, જસ્ટિસ ૧ એમ.આર.મેંગડેએ રાજકુમાર સંતોષીના વોરંટ સામે પણ સ્ટે જારી કર્યો હતો અને વચગાળાના જામીન પણ આપ્યા હતા. હાઈકોર્ટે રૂ.૧૯.૫ લાખ એક સપ્તાહમાં હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની શરતે આ રાહત આપી હતી. ટ્રાયલ કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા કરી હતી અને વોરંટ પણ જારી કર્યું હતું

Ahmedabad: રાજકોટના ચેક રિટર્નના ચકચારભર્યા કેસમાં મૂળ ફરિયાદપક્ષ તરફથી એવા આક્ષેપ કરાયા હતા કે, તેમણે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ૨૦૧૦માં રૂ. ૨૦ લાખ આપ્યા હતા અને વ્યાજ સાથે કુલ રૂ.૬૦ લાખ લેવાના નીકળે છે નેગોશીએબલ ઇન્સ્યુરમેન્ટ એકટ હેઠળ દાખલ કરાયેલા આ કેસમાં સ્થાનિક મેટ્રોપોલીટન કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને એક વર્ષની સજા અને રૂ.૨૨.૫૦ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. જેની સામે નિર્માતા રાજકુમાર સંતોષીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે, સેસન્સ કોર્ટે સજાનો હુકમ યથાવત્ રાખી તેમની અપીલ ફગાવી હતી અને વોરંટ

જારી કર્યું હતું. જેને પગલે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ હાઇકોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં મૂળ ફરિયાદી દ્વારા ખોટી રીતે કેસ ઉપજાવી કાઢેલો છે અને હકીકતમાં શરૂઆતની ફરિયાદ અને તેમને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ અપાયેલી નોટિસ વચ્ચે વિરોધાભાસ છે.

ટ્રાયલ દરમ્યાન પણ ફરિયાદીના નિવેદનોમાં વિસંગતતાઓ સામે આવી હતી. ફરિયાદીએ ખુદ સ્વીકાર્યું છે કે, સંતોષીએ માત્રરૂ. ૨૦ લાખની જ ચૂકવણી નથી કરી પરંતુ વધારાના રૂ.૧૭.૫ લાખ . પણ ચૂકવ્યા હતા એટલે કે, કુલ ચૂકવણી રૂ.૩૭.૫ લાખ કરાઇ છે. રાજકુમાર સંતોષી તરફથી હાઇકોર્ટનું એ મામલે પણ ધ્યાન દોરાયું કે, તેમણે આ કેસમાં રૂ. છ લાખ સેશન્સ કોર્ટમાં જમા કરાવ્યા છે અને બાકી રહેતી રકમ રૂ.૧૯.૫ લાખનો ડિમાન્ડ ડ્રાફુટ તૈયાર છે અને હુ તેઓ તે જમા કરાવવા તૈયાર છે