Ahmedabad ફાયર વિભાગના ઈતિહાસમાં પહેલી વખત ચીફ ફાયર ઓફિસર તરીકે ફાયર વિભાગ બહારના ઉમેદવારને નિમણૂંક અપાઈ છે. અમિત ડોંગરેને એક વર્ષના પ્રોબેશન ઉપર ચીફ ફાયર ઓફિસર તથા મિહિર રાણાને એડીશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક અપાઈ છે. વિરોધ છતાં હાલના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાને એડીશનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક આપવામા આવી છે.
Ahmedabad: વિરોધ છતાં જયેશ ખડીયાને કલીનચીટ આપી એડિશનલ ઓફિસર બનાવાયા
મેયર પ્રતિભા જૈનની અધ્યક્ષતામાં, ફાયર સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક મળી હતી. બેઠકના અંતે મેયરે કહયુ, ચીફ ફાયર ચીફ ઓફિસર તરીકે હાલમાં Ahmedabad રીજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ડોંગરેને તથા કડી.કલોલ| અને સાણંદ નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા મિહર રાણાને એક વર્ષના પ્રોબેશન ઉપર એડીશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક આપવાનો નિર્ણય કરાયો છે.
ઉપરાંત ફાયર વિભાગમાંથી ખાતાકીય બઢતી આપી ભરવાની થતી અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ એમ બે એડીશનલ ચીફ | સામે ઓફિસરની નવી ખોલવામાં આવેલી જગ્યા પૈકી એક નંબર ઉપર ડેપ્યુટી ઓફિસર અને હાલના ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી તથા બે નંબર ઉપર ડેપ્યુટી ચીફ ઓફિસર અને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાને નિમણૂંક અપાઈ છે.
મેયરના કહેવા મુજબ, વિપક્ષ તરફથી સુચવવામા આવેલા સુધારા સાથે સર્વસંમતિથી કામ મંજુર કરાયુ છે.વિપક્ષનેતાના કહેવા મુજબ, વિપક્ષ તરફથી ત્રણ દિવસ પહેલા કલીનચીટ આપી દેવામા આવેલા જયેશ ખડીયાની નિમણૂંક વિરોધ કરવામા આવ્યો હતો.