અમદાવાદના દાણીલીમડામાં ભીષણ આગ લાગી છે. જુના ઢોર બજારમાં કાપડ બજારમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. વહેલી સવારે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. આગે ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગને બુઝવવા માટે 10 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુ લેવાની કોશિશ કરી રહ્યાં છે. સવારના આઠ વાગ્યાથી આગ લાગી છે. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, દાણીલીમડામાં આવેલા ગોડાઉન કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારથી આગ લાગી હતી. ગોડાઉનમાં પતરાનો સેડ છે જેન કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગમાં લાખોનો કાપડનો સમાન બાળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહની નહિ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે અને સલામતી માટેની વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે, ગોડાઉનમાં સલામતી માટેની વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ સવાલ ઉભા થાય છે કે, ગોડાઉનનું ફાયર એનોસી છે કે નહિ તે એક મોટો પ્રશ્ન છે.