Ahmedabad: ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત આયુર્વેદ-હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયામાં આ વર્ષે પ્રથમવાર પાંચ રાઉન્ડ કરાયા છે અને પાંચ રાઉન્ડ કરવા છતાં પણ હજુ ૭૨ બેઠકો ખાલી રહી છે. પાંચમાં રાઉન્ડમાં (ફોર્થ એક્સ્ટેન્ડેન્ટ) ૨૯૭ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો પરંતુ જેમાંથી ૭૨ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા તેઓની ૭.૨૦ લાખ રૂપિયા ડિપોઝિટ જપ્ત કરવામા આવી છે.

પ્રથમવાર પાંચ રાઉન્ડ કર્યા છતાં પણ હજુ ૭૨ બેઠકો ખાલી રહીઃ હવે છઠ્ઠો રાઉન્ડ કરવો પડશે

આયુર્વેદ અને હોમિયોપેથીમાં , ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓ ડિપોઝિટ જતી કરવાની જર્તે પ્રવેશ રદ કરાવી ચુક્યા છે અને અગાઉ ૪૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા તેઓની ૫૦ લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ પ્રવેશ સમિતિ દ્વારા જપ્ત કરાઈ હતી.

કેન્દ્રના આયુષ-હોમિયોપેથી આયોગ દ્વારા યુજી નીટમાં ૧૫ પર્સેન્ટાઈલ કટ| ઓફ ઘટાડવામા આવતા નવેસરથી અરજીઓ મંગાવી સ્ટેટ મેડિકલ એડમિશન કમિએ પાંચમો રાઉન્ડ કર્યો હતો. અગાઉની નોન રિપોર્ટેડ અને પ્રવેશ રદ | સાથેની કુલ ખાલી પડેલી ૨૬૭ બેઠકો માટે પાંચમો રાઉન્ડ કરાયો હતો.જેમાં આયુર્વેદમાં ૧૨૯ અને હોમિયોપેથીમાં ૧૩૮ બેઠકો ફાળવાઈ હતી. પરંતુ આ ૨૬૭ વિદ્યાર્થીઓમાંથી ૧૯૫ વિદ્યાર્થીએ જ ફી ભરી અને રિપોર્ટિંગ કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જ્યારે ૭૨ વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી.

જેથી નિયમ મુજબ તેઓની ૧૦ હજાર રૂપિયા ડિપોઝિટ જપ્ત થઈ છે.આમ વધુ ૭.૨૦ લાખ રૂપિયા ડિપોઝિટ જપ્તીની આવક પ્રવેશ સમિતિને થઈ છે. આયુર્વેદ અને હોમિયોપેથીમાં ૨૦ ડિસેમ્બર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદત છે .જેથી હવે છઠ્ઠો રાઉન્ડ કરવામા આવશે.જેમાં પણ અગાઉની જેમ ચોઈસ આપીચુકેલા વિદ્યાર્થીઓને તેઓની ચોઈસ અને મેરિટ મુજબ બેઠકો ફાળવાશે. નવેસરથી ચોઈસ ફિલિંગ નહીં કરાવાય.