છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ગાંઝો પકડાયા હોવાના સમાચાર આવતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રમકડાની આડમાં હાઇબ્રીડ ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી. જોકે, અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂ.1.15 કરોડનો ગાંજો જપ્ત કર્યો છે. નોંધનીય છે કે કરોડોનો ગાંજો વિદેશથી આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત નશો કરવાનું એપી સેન્ટર બનતું એવું લાગી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદમાંથી ફરીવખત ગાંજો પકડાયું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂ.1.15 કરોડનો ગાંજો જપ્ત કરી આ ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે. . નોંધનીય છે કે કરોડોનો ગાંજો વિદેશથી આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ કચ્છના કાંઠા વિસ્તારમાંથી માદક દ્રવ્યો પકડાયા છે. જખૌ મરિન સેક્ટરના મરિન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા હતા. મરિન કમાન્ડોએ જખૌ પોલીસને જાણ કરી આ પેકેટ જમા કરાવ્યા છે. મરીન કમાન્ડોએ પેકેટ જમા કરવાની વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.