AAP: આમ આદમી પાર્ટીને તોડી નાખવાના ઉદ્દેશથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલમાં ધકેલી દીધા છે. જેલમાં અરવિંદ કેજરીવાલજીનું વજન દિવસને દિવસે ઘટી રહ્યું છે. અને દિવસેને દિવસે તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે. જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલજીની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે તેમની તબિયતમાં સુધારની અને તેમની જલ્દી જેલમુક્તી થાય તેવી પ્રાર્થના સાથે Ahmedabad ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

AAPના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ કાર્યાલયથી નીકળીને આ પદયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીને ફુલહાર અર્પણ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલજીની તબિયત માટે અને જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.

આ પદયાત્રામાં AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરા, કાર્યકારી પ્રમુખ રામભાઈ ધડુક, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ, પ્રદેશ ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ મંત્રી અજીત લોખિલ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, પ્રદેશ મંત્રી જયેશભાઈ સંગાડા, દાહોદ જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને સુરતના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.