Ahmedabad: ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગુજરાતમાં હાલ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ 16 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતનાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, અમદાવાદ માં 16.0, ગાંધીનગર 11.8 , ભૂજ 12.7 , પોરબંદર 14.0, ડીસા 14.3 , વડોદરા 14.8, રાજકોટ 14.9 , નલિયા 15.2 તાપમાન નોંધાયું છે.