Ahmedabad: બીડી પીવાની ટેવના કારણે એક વીમેદારની સારવારના ખર્ચનો કલેઈમ નકારનાર નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીના આ પ્રકારના વાહિયાત કારણને ફગાવતાં અમદાવાદ જિલ્લા ગ્રાહુક તકરાર નિવારણ કમીશને એક મહત્ત્વના ચુકાદામાં ઠરાવ્યું હતું કે, બીડી પીવાથી હાર્ટ એટેક આવે તેવું કારણ ધરી વીમેદારનો કલેઈમ નકારી શકાય નહી. કમીશને ફરિયાદી વીમેદારને વીમાના દાવાના રૂ.૧,૪૫,૦૦૦ આઠ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિ.ને ફરમાન કર્યું હતું.

Ahmedabad: વીમેદારને રૂ.૧.૪૫ લાખ આઠ ટકા વ્યાજ સાથે – ચૂકવી આપવા નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીને ફરમાન

Ahmedabad: કમીશનના પ્રમુખ કે.ટી.દવે અને મેમ્બર વાય.ટી.મહેતાની બેંચે પોતાના ચુકાદામાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, સ્મોકીંગના કારણે શરીરના જુદા જુદા ભાગો પર અસર થતી હોય છે તેમાં કોઇ શંકા નથી પરંતુ માત્ર સ્મોકીંગ કરવાની આદતથી જ હાર્ટ એટેક આવી શકે – તેવું કહી ના શકાય. હજારો લોકોના ઉદાહરણ છે કે, જેઓ ચેઇન સ્મોકર હોયછે છતાં તેમને કોઈ હાર્ટ પ્રોબ્લેમ હતો નથી ને ક્યારેક કોઇ વ્યકિત કે જેણે કયારેય સ્મોકીંગ – કે દારૂનું સેવન કર્યુ ના હોય તો પણ તે હાર્ટ પ્રોબ્લેમથી પીડિત હોય છે. હૃદય રોગના – પ્રોબ્લેમ માટે સ્ટ્રેસ, ખાવાની આદત સહિત અન્ય ઘણા પરિબળો જવાબદાર હોઇ શકે પરંતુ માત્ર સ્મોકીંગ કરવાના કારણે જ હાર્ટ એટેક આવી શકે તેવું કહી ના શકાય. વીમા કંપનીના દ્વારા આ પ્રકારનું કારણ ધરી વીમેદારનો કલેઇમ નકારવો એ બિલકુલ અયોગ્ય, ગેરકાયદેસર અને મનસ્વી નિર્ણય છે અને તેથી વીમેદાર વ્યાજ સાથે તેના – વીમાના રૂ.૧,૪૫,૦૦૦ ની રકમ મેળવવા હકદાર ઠરે છે.

કેસની વિગત મુજબ, જયહિંદ સ્વીટ્સના કારીગર હુકમસિંહ બધેલે સામાજિક કાર્યકર દર્શન પરીખ મારફતે જિલ્લા ગ્રાહૂક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરી જણાવ્યું હતું કે, ફરિયાદી નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીની રૂ.૧,૪૫,૦૦૦ સમ એશ્યોર્ડની મેડિકલેઈમ પોલિસી ધરાવતા હતા. પોલિસી ચાલુ હતી તે દરમ્યાન ફરિયાદીને હૃદય રોગ સંબંધી તકલીફ ઉભી થતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ જરૂરી સારવાર લીધી હતી, જેમાં તેમની એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેનો કુલ ખર્ચ રૂ.૨,૦૫, ૨૩૦ થયો હતો. તેથી ફરિયાદીએ પોતાની વીમા પોલિસીના રૂ. ૧,૪૫,૦૦૦ના દાવા માટે વીમા કંપનીમાં કલેઈમ મૂક્યો હતો,

જો કે, વીમા કંપનીએ ફરિયાદી બીડી પીવાની ટેવ ધરાવે છે અને તેથી સ્મોકીંગની આદત હૃદયરોગ સંબંધી તકલીફ માટે જવાબદાર હોય છે એમ કહી કલેઈમ નકાર્યો [હતો. ફરિયાદી તરફથી ડોકટરના સર્ટિફિકેટ સાથે પુરાવા રજૂ કરી જણાવાયું કે, તે બીડી પીવાની ટેવ પ્રાસંગિક રીતે જ એટલે કે, કયારેક જ ધરાવે છે, તમને આ સેવનની આદત નથી., તેથી વીમા કંપનીનું કારણ અયોગ્ય, ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. કમીશને ફરિયાદી પોલિસી ચાલુ હોવાથી તેમને વીમાની પૂરી રકમ અપાવવી જોઈએ. આ દલીલો ગ્રાહ્ય રાખી કમીશને ઉપરમુજબ મહત્ત્વનો હુકમ કર્યો હતો.