Ahmedabad News: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 174 અંગદાન થયું છે. ગુપ્તદાનરુપે થયેલ આ અંગદાનની વિગતો જોઈએ તો, અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ 32 વર્ષીય યુવાનને સારવાર દરમ્યાન ફરજપરના ડોક્ટરોએ દર્દી બ્રેઇન ડેડ થતા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવેલ. દર્દીના પરિવારજનોએ સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ 23-11-2024ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું . જેમાંથી પ્રાપ્ત થયેલ બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડ(pancreas) સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 174 અંગદાતાઓ થકી કુલ ૫૬૫ અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૪૭ વ્યક્તિઓ ને નવું જીવન મળ્યુ છે તેમ ડો. રાકેશ જોશી એ વધુમાં જણાવ્યુ હતુ.