Ahmedabad: ગુજરાત સીઆઈડી દ્વારા વિઝા કૌભાંડની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈમિગ્રેશનના નકલી સિક્કા લગાવીને દંપતિના બોગસ પાસપોર્ટ બનાવનાર અમદાવાદ- મહેસાણાના ત્રણ એજન્ટો સામે ગુનો નોંધીને સીઆઈડી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Ahmedabad અને મહેસાણાના ત્રણ એજન્ટોએ રૂ. ૭૦ લાખથી દોઢ કરોડ વસુલી અનેકને છેતર્યો

Ahmedabad: શાહીબાગમાં રહેતા જગદિશભાઈ, જોઈતારામ પટેલ ઉપરાંત મહેસાણાના આખજ ગામના જીવાભાઈ ગાંડાભાઈ પટેલ અને સાંગણપુરના જીતેન્દ્રભાઈ બાબુલાલ પ્રજાપતિ સામે સીઆઈડીમાં ગુનો નોંધાયો છે. સાગણપુર ગામમાં રહેતા લાલજીભાઈ ડાહ્યાલાલ દરજીએ ફરિયાદ નોંધાવી છે કે, ત્રણેય એજન્ટોએ ૫૦ વર્ષના લાલજીભાઈ અને તેમના પત્ની હસુમતીબહેનને અમેરિકા વિઝા અપાવવાનું કહ્યું હતું. આ માટે દંપતિના જુના અસલ પાસપોર્ટ મેળવી લીધા હતા.

દંપતિ કોઈ વખત વિદેશ ગયું ન હોવા છતાં તેમના અસલ પાસપોર્ટમાં તાન્ઝાનિયા, યુએઈ અને મુંબઈ ઈમિગ્રેશનના ખોટા સિક્કા લગાવી દીધા હતા. પાસપોર્ટમાં ફેરફાર કરી જાણ બહાર ખોટા વિઝા સ્ટીકલ લગાવી ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરી કરી મુંબઈથી બોગસ પાસપોર્ટ કઢાવાયો હતો. આરોપી જગદિશ પટેલની ઓફિસમાંથી અસલ પાસપોર્ટ અને પ્રોમિસરી નોટ તથા બીજા અસલ દસ્તાવેજો મળી આવ્યા હતાં. આરોપી એજન્ટોએ વિઝા અપાવવાનું કહીને ૭૦ લાખથી ૧.૪૫ કરોડસુધીનો ભાવ નક્કી કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધી સીઆઈડીએ તપાસ હાથ ધરી છે.