અમદાવાદ બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદાએ IIM-A અમદાવાદ દ્વારા શરૂ કરાયેલા ઓનલાઈન-ઓફલાઈન એટલે કે હાઈબ્રિડ મોડના બે વર્ષના પીજીપી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો છે. નવ્યાએ સોશિયલ મીડિયા પર IIM-A અમદાવાદ કેમ્પસનો ફોટો શેર કરીને આ માહિતી લોકો સમક્ષ મુકી હતી.
IIM-A ઈન્સ્ટિટયૂટે આ વર્ષે જ બ્લેન્ડેડ પીજીપી પ્રાગ્રામ લોન્ચ કર્યો છે
IIM-A અમદાવાદ દ્વારા આ વર્ષે | જાન્યુઆરીમાં ઓનલાઈન એમબીએ પીજીપી કોર્સ લોન્ચ કરવામા આવ્યો હતો. આ પીજીપી પ્રોગ્રામ બે વર્ષનો છે પરંતુ આ કોર્સમાં પ્રવેશ | માટે કેટની જરૂર નથી હોતી એટલે કે આ રેગ્યુલર પીજીપી એમબીએ પ્રોગ્રામ નથી. ઈન્સ્ટિટ્યુટ દ્વારા લોન્ચ કરાયેલા ઓનલાઈન- હાઈબ્રીડ કોર્સમાં ઓનલાઈન-ઓફલાઈનબંને પ્રકારના કલાસ હોય છે અને આ કોર્સમાં ત્રણ | વર્ષના વર્ક એક્સિપિરિયન્સના આધારે પ્રોફેશનલ્સ કે આંત્રપ્રિન્યોર્સને કેટ કે જીઆરઆઈકેજીમેટ અથવા તો ઈન્સ્ટિટ્યુટની પોતાનીપ્રવેશપરીક્ષાના આધારે પ્રવેશ અપાય છે.
આ કોર્સમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નવ્યા નંદાએ પ્રવેશ મેળવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ત્યારે અનેક લોકોએ તેને અભિનંદન આપવા સાથે પ્રશ્નો પણ કર્યા કે કઈ રીતે પ્રવેશ મળ્યો. જો કે એક ફેકલ્ટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી કે તેનો સીવી ખૂબ જ મજબૂત હતો.