Ahmedabad પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે ચાર એરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી. જેમાં મૃતક આરોપી નવલસિંહના પત્ની અને ભાણેજને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Ahmedabad: હત્યા મામલે તાંત્રિક સહિત ચાર સામે ગુનો નોંધાયા બાદ વાંકાનેર પોલીસ દ્વારા કાર્યવાહી

વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ આરોપી મૃતક નવલસિંહ મુળજીભાઈ ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા વિશ્વનેગર ભનુભાઈચાહિલ અને શક્તિરાજભરતભાઈ માનસિંગભાઈ ચાવડા (રહે. ધમલપર) વિરુદ્ધ રાજકોટની યુવતી નગ્માબેન કાદરભાઈ મુકાસમની હત્યા ફરિયાદ નોંધાવી હતી.

મૃતક નવલસિંહ, તેની પત્ની અને ભાણેજ સહિતના ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેત વાંકાનેર સીટી પોલીસ ટીમે આરોપી મૃતક Neનવલસિંહના પત્ની સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.