Ahmedabad શહેરના વસ્ત્રાલમાં રહેતા યુવકને ટેલીગ્રામ પર ટાસ્ક પુરા કરવાના બદલામાં આવક અપાવવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા ૨૫ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

૧૦ હજારનું રોકાણ કરાવ્યા બાદ વિશ્વાસ સંપાદન કરીને વધુને વધુ નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા

Ahmedabad શહેરના વસ્ત્રાલમાં રહેતા અપુર્વ । પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી| છે કે ગત માર્ચ મહિનામાં તેમને ટેલીગ્રામ પરથી અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં એક યુવતીએ તેની સાથે વાત કરીને એક લીંક મોકલી હતી. જેમાં ટાસ્ક પુરા કરવાના બદલામાં | નાણાં મળવાની ખાતરી આપી હતી. જેથી વિશ્વાસ કરીને અપૂવ પટેલે ૧૦ । હજાર રૂપિયા ડીપોઝીટ કર્યા હતા.

જેમાં જીતેલા નાણાં ઉપાડવાની સાથે બેલેન્સ રાખવું ફરજિયાત હોવાનું કહીને બીજા ૧૦ હજાર જમા કરાવીને ૧૨ હજારની રકમ ઉપાડવા કહ્યું હતું. જો કે એકાઉન્ટમાં માઇનસ બેલેન્સ હોવાનું કહીને ટાસ્ક નામે વિશ્વાસમાં લઈને તેમની પાસેથી ૧૦ દિવસમાં ૨૫ લાખ જેટલી રકમ ઓનલાઈન પડાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.