ahmedabad: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરના નાના ચિલોડા સર્કલ પાસે બાતમીને આધારે કારનો પીછો કરીને બે વ્યક્તિને ઝડપીને ૬૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. નરોડા મુઠિયા ગામમાં રહેતા બુટલેગરે આ દારૂનો જથ્થો પ્રાંતિજથી મંગાવ્યો હતો.
ahmedabadમાં દારૂ ઘુસાડવા માટે એસ પી રિંગ રોડ પરના નરોડા, ઓઢવ, અસલાલી અને હાથીજણ ફેવરીટ
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે મોટા ચિલોડા હિંમતનગર હાઇવે પરથી એકકારમાં દારૂનો જથ્થો લઈને બુટલેગરના માણસો પસાર થવાના છે. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે વોચ ગોઠવીને ચોક્કસ નંબરની એક કારના ચાલકને ઉભા રહેવા માટે ઇશારો કર્યો હતો.
પરતું, તેણે પુરઝડપે કારને હંકારતા પોલીસે તેનો પીછો કરીને કારને રોકી હતી. તપાસ કરતા કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે કાર ચાલક કનુ મીણા અને અન્ય વ્યક્તિ કેદારસિંહ સિસોદિયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નરોડા મુઠિયા ગામમાં રહેતા શંકર મીણા અને ઉદેસિંહ સીસોદીયા નામના બુટલેગરે આ દારૂનો જથ્થો પ્રાંતિજથી મંગાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અગાઉ પણ અનેકવાર દારૂનો જથ્થો કારમાં અમદાવાદ લવાયો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દારૂલાવવા માટે અડાલજથી વૈષ્ણોદેવી સર્કલ, એસ પી રીંગ રોડથી નરોડા ટોલનાકા, ઓઢવ અને હાથીજણ તેમજ અસલાલી મુખ્ય માર્ગ છે. જ્યાંથી બુટલેગરો સૌથી વધુ દારૂની હેરફેર કરે છે.