Ahmedabad News: બોપલ – આંબલી કાર અકસ્માત કેસમાં 2 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયાબોપલ – આંબલી કાર અકસ્માત કેસમાં વધુ એક ખુલાસો થયો છે આ ઘટનાને લઈને 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુનો દાખલ કરવામાં સમય લગાડ્યો અને FSL ને જલ્દી બોલવાની તસ્દી પણ લીધી ન હતી.
મળતી માહિતી અનુસાર Ahmedabadના બોપલ વિસ્તારમાં સામે આવી છે જ્યાં કાર ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારી હતી .અમદાવાદના આંબલી બોપલ રોડ પર ટાટા શો રૂમ પાસે ઘટના બની હતી. પરંતુ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ગુનોહ દાખલ કરવામાં સમય લગાડવામાં આવ્યો હતો તેમજ FSL ને જલ્દી બોલવાની તસ્દી પણ લીધી ન હતી. જે કારણસર 2 પોલીસકર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઇસ્કોનથી બોપલ તરફ જતા આંબલી-બોપલ રોડ પર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. એક વ્યક્તિ મોંઘી કાર લઇને નીકળ્યો હતો અને ટાટાના શો રૂમ પાસે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને અફરા-તફરી મચી ગઇ હતી. તે દરમ્યાન સ્થાનિકોએ અકસ્માત કરનાર નબીરાને ઝડપ્યો હતો. ઝડપાયેલો વ્યક્તિ અકસ્માત સમયે નશામાં ધૂત હોવાનું હાલ જાણવા મળ્યું છે. ગુસ્સા ભરાયેલા સ્થાનિકો દ્વારા નબીરાને ખુબ માર મારવામાં આવ્યો છે.
અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યું તે ઓફિસ જઇ રહી હતી તે દરમ્યાન ઓડી કારના ચાલકે તેને ટક્કર મારી હતી અને ઢસડી હતી. ચાલક નશામાં ધૂત હતો અને તેને કંઇ ભાન ન હતું. અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. તેણે ફરી કાર ચલાવી હતી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.