Ahir સેવા સમિતિ દ્વારા શનિવારે ૧૪ ડિસેમ્બરે ગોડાદરા ખાતે સમૂહલગ્ન સમારોહમાં ૧૮૯ યુગલ પ્રભુતામાં પગલા પાડશે. સમિતિના પ્રમુખ જીતુભાઇ કાછડે કહ્યું કે, આહિર સમાજ દ્વારા ૩૧ વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં ૩૫૦૦ દીકરીઓના લગ્ન કરાવાયા છે. શનિવારે સમૂહલગ્ન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન શિબિર, પર્યાવરણ જાગૃતિ અંગે કાર્યક્રમ તેમજ જળ એજ જીવન અંગે કાર્યક્રમો યોજાશે.

Ahir: સમારોહમાં એક લાખ મહેમાનો માટે રસોઈ તૈયાર થશે. જેના દાતા તરીકે સમાજના વરજાંગભાઈ જીલરીયા પરિવારે જવાબદારી લીધી છે. સમૂહલગ્ન | પ્રસંગે નવદંપતીને આશિર્વાદ આપવા સંત મોરારિબાપુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સુરત અને ગુજરાતમાંભરમાંથી ૩૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.