Vadodara: વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રોના સ્વાગત માટે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ ચાલતી હતી. શહેરમાં રંગબેરંગી રોશની અને આંખો આંજી દેતી ઝાકઝમાળ ચર્ચા સ્થાને રહી હતી, પરંતુ વડાપ્રધાને વડોદરાથી વિદાય લીધી એના ૪૮ કલાકમાં જ ઝાકઝમાળના સ્થાને અંધારપટ છવાઈ ગયો હતો.

અટલબ્રિજ પર, એરપોર્ટથી ખોડિયારનગર અને સંગમ સુધીના માર્ગે અંધકારના ઓળા

Vadodaraમાં બુધવારની રાત્રે, અટલબ્રિજ પર ડો. આંબેડકર સર્કલથી મનીષા ચોકડી સુધી સુશોભનના સ્થાને અંધકાર હતો. એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર સુધીનો રૂટ તો વડાપ્રધાનનો મુખ્ય રૂટ હતો અને રોશનીથી સમગ્ર માર્ગ પર ઝળકતા હતા, જ્યાં પણ અંધકારના ઓળા હતા. એરપોર્ટથી સંગમ સુધીનો માર્ગ અંધારામાં ડુબી ગયો હતો, જ્યાં ૪૮ કલાક પહેલા રોશની સતત ઝબકતી હતી.