વડોદરામાં ભાયલી પાસે વિદ્યાર્થિની પર gang-rapeની ઘટના અને મોબાઇલ લૂંટના પગલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાનો લૂંટમાં ગયેલો મોબાઇલ પણ પોલીસ શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આજે મોબાઈલ શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં શોધખોળ કરાશે
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતી વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ સાથે બીજી નવરાત્રિના દિવસે ભાયલી ગામની સીમમાં સૂમસામ રોડ પર ડિવાઈડર પાસે બેઠા હતાં ત્યારે પાંચ નરાધમોએ આવીને પોલીસની ભાષામાં વિદ્યાર્થિની તેમજ તેના બોયફ્રેન્ડને ધમકાવી વિદ્યાર્થિની પર gang-rape કર્યો હતો અને ધમકીઓ આપીને વિદ્યાર્થિનીનો મોબાઇલ લૂંટીને નરાધમો ફરાર થઈ ગયા હતાં.
આ ગુનાની ફરિયાદ બાદ ગઇકાલે પાંચેય નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં લૂંટમાં ગયેલો મોબાઈલ નરાધમ મુન્નાએ વડસરરોડ પર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. આ મોબાઇલ પણ પોલીસને શોધવો મોટો પડકાર થઈ ગયેલ છે. આવતીકાલે પોલીસ દ્વારા મોબાઈલ શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.