અમદાવાદ ના હાથીજણ અને વિવેકાનંદનગર ને જોડતો ખારી નદીના કોઝવે ઉપર 8 થી 10 ફૂટ પાણી ફરી વળ્યા છે અમદવાદમાં ભારે વરસાદના કારણે ખારી નદી માં પાણી ની સપાટી વધી જતાં વિવેકાનંદ નગર જનતાને 5 થી 7 KM ફરીને જવા મજબુર બની રહ્યા છે.

મળતી માહિતી અનુસાર શાળા તેમજ કોલેજ અને નોકરી કરતા સમાન્ય માણસ ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વિવેકાનંદનગર ના સામાન્ય નાગરિક છેલ્લા 25 થી વધારે વર્ષ થી ચોમાસામાં આજ પરીસ્થિતિ નો સામનો કરી રહ્યા છે

તંત્ર દ્વારા ઓવર બ્રિજ બનવા માટે કોઈ વિચાર-વિમસ ક્યારે કરવામાં આવશે એ વિવેકાનંદનગર જનતાનો મોટો સવાલ છે. ડ્રેનેજ ના પાણી પણ બેક મારી રહ્યા છે