Karan Barot AAP: આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર Karan Barotએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ધર્મેન્દ્ર કાનાણી પણ બે વર્ષ જૂની બાબતે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આનાથી પણ વધુ મહત્વની બાબત એ છે કે ધર્મેન્દ્રભાઈ અને AAP ધારાસભ્ય ગોપાલભાઈના ફોટા નીચે ખોટી વાત ફેલાવવા માટે લખવામાં આવી રહ્યું છે કે “ધર્મેન્દ્રભાઈ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના પીએ છે”. આ રીતનું કામ કરીને ભાજપના નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માંગે છે. હકીકતમાં ભાજપના નેતાઓ પાસે કોઈ કામ બચ્યું નથી. જ્યારથી વિસાવદરની ચૂંટણી પૂર્ણ થઈ છે અને સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો છે તથા આમ આદમી પાર્ટીની દરેક “ગુજરાત જોડો” જનસભામાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે તે જોઈને ભાજપ અને તેના નેતાઓ બૌખલાઈ ગયા છે. આજે તમામ લોકો જાણી ગયા છે કે ખરેખર જનતા માટે કોઈ કામ કરવા માંગતું હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે. માટે અમે ભાજપના નેતાઓ ખોટી રીતે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના નામોના ઉપયોગ કરી રહ્યા છે.
આ અગાઉ પણ દિલ્હીના ચાલુ મુખ્યમંત્રી સાથે એક દુર્ઘટના ઘટી હતી, જેને આમ આદમી પાર્ટીએ પણ સખત શબ્દોમાં વખોડી હતી તેમ છતાં પણ એ ઘટનાના આરોપી સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાનો ફોટો લગાવીને ભાજપના નેતાઓએ ખોટી રીતે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કામ કર્યું હતું. આજે ભાજપના નેતાઓ સારા કામ કરીને જનતાની વાહવાહી લૂંટી શકતા નથી અને પ્રસિદ્ધિ મેળવી નથી શકતા ત્યારે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામે સસ્તી પ્રસિદ્ધિ લેવાનું કામ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ અને તેમના પુત્રો આજે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરે, ભાજપના યુવા નેતાઓ નલસે જલના કૌભાંડમાં પકડાય છે, ડ્રગ્સ વેચતા પકડાય છે, ભાજપના ચાલુ ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ છે. વિધાનસભામાં પણ ભાજપના ધારાસભ્યો પોતાની પાર્ટીના કહેવા પ્રમાણે જ પ્રશ્નો પૂછે છે. જેના કારણે આજે ભાજપના કોઈ પણ નેતાઓ પ્રસિદ્ધિ મેળવી શકતા નથી એટલા માટે તેઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાના નામનો ઉપયોગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે હું આ વાતને સખત શબ્દોમાં વખોડું છું.