Rajkot: મહિસાગર જીલ્લાના વિરપુરમાં રહેતા શખ્સને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. તેને પેરોલ પર છોડતાં તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો.આ અંગે વીરપુર પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મુદત પુરી થયા બાદ જેલમાં હાજર નહીં થતાં પોલીસ ફરિયાદ

Rajkot: વિરપુરના નવા મુવાડામાં રહેતો સંજય પુંજાભાઈ બારૈયા સામે વર્ષ ૨૦૨૨માં પોક્સો,દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે ૫મી જુલાઈ, ૨૦૨૪ના રોજ સંજય બારૈયાને આજીવન કેદ, રૂ. ૨૦ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ કર્યો હતો.

આ હુકમ આધારે સંજયને રાજકોટ મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ૨૪મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સાત દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો.જેમાં રજી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તેને જેલ ખાતે હાજર થવાનું હતું.પરંતુ તે હાજર થયો ન હતો. જામીન પરથી ફરાર થઈ ગયો હતો. આખરે આ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના કે.જી. સીસોદીયાની ફરિયાદ આધારે વિરપુર પોલીસે સંજય પુંજા બારૈયા (રહે.નવા મુવાડા) સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.