દાહોદ જિલ્લામાં આવેલી સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ- ૧ની માસુમ વિદ્યાર્થિનીના હત્યારા ૫૬ વર્ષના આચાર્ય ગોવિંદ છગન નટના police મેળવેલા ૪ દિવસના રિમાન્ડ આજે પૂરા થયા હતા.

રિમાન્ડ પૂરા થતાં police કોર્ટમાં રજૂ કર્યો : વધુ સાડા ત્રણ દિવસના રિમાન્ડ

રિમાન્ડ દરમિયાન આચાર્ય તપાસમાં પુરતો સાથ સહકાર આપતો ન હોવાથી તેમજ ગુનાની વધુ કડીઓ મેળવવાની હોઈ police બંદોબસ્ત વચ્ચે આજે આચાર્યને સાંજે કોર્ટમાં રજૂ કરી સોમવારની બપોરના ૧ સુધીના એટલે કે સાડા ત્રણ દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

તોરણી પ્રાથમિક શાળાના ૫૬ વર્ષીય આચાર્ય ગોવિંદ છગનભાઈ નટ ૧૯મી તારીખે તેની કારમાં શાળાએ જતો હતો તે સમયે તેમણે માતા સાથે રસ્તા પર ઉભેલી પોતાનીજ શાળાની ધોરણ-૧ની વિદ્યાર્થિનીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ એકાંતવાળા રસ્તામાં વિદ્યાર્થિની પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીનું મોઢુ દબાવી દઈ શ્વાસ રૂંધીને હત્યા કરી હતી, અને લાશને પોતાની કારમાં મુકી હતી.

શાળા છૂટયા બાદ લાશને શાળાના કંમ્પાઉન્ડમાં મુકી દીધી હતી. અને પોતે કાર લઇને રવાના થયો હતો. આ સમગ્ર બનાવની રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગોવિંદ છગન નટની ધરપકડ કરી ગયા સોમવારે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. આજે સાંજે લીમખેડા કોર્ટમાં રજુ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે વધુ સાડા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.