Dhorajiનાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર વારંવાર દૂષ્કર્મ આચરવાનાં બે વર્ષ પહેલાનાં કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદ અને રૂા. ૮૦૦૦ દંડની સજા ફટકારવામાં આવી છે. જન્મ નોંધણીમાં ક્ષતિઓનીં બચાવ પક્ષની દલીલ ચાલી નહીં, ફરિયાદ પક્ષનાં આધાર-પુરાવા ગ્રાહ્ય રાખીને કેદ-દંડનો હુકમ

વિગત મુજબ, Dhoraji પંથકમાં ખેતમજૂર | પરિવારની ૧૪ વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવીને હરસિંગ ઉર્ફે હરેશ ભઇલાલભાઈ રાઠવા નામનો શખ્સ ઉઠાવી ગયો હતો અને અનેક વખત દૂષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ બાદ ધોરાજીની એડિશનલ | ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલતા | બચાવ પક્ષ તરફથી દલિલ કરવામાં આવી કે, પીડિતાનાં જન્મનાં દાખલામાં અનેક ક્ષતિઓ | છે અને જન્મ સ્થળ બાબતે પિતાનું નિવેદન | પણ વિરોધાભાષી છે.

જેની સામે ફરિયાદ પક્ષે| સરકારી વકીલ કીર્તિકેય પારેખ તરફથી દલિલ કરાઈ હતી કે, જન્મ નોંધણી કાર્યોદેસર પ્રક્રિયાથી થઈ છે અને સરકારી રેકર્ડમાં છે એટલે નહીં માનવાનો કોઈ કારણ નથી. પીડિતાને આરોપી હરસિંગ રાઠવા લઈ ગયો અને શરીર સંબંધ બાંધ્યો એ માટેનાં પુરતા પુરાવા છે અને એ સમયે પીડિતાની ઉંમર ૧૪ વર્ષ, ૪ માસ હતી, જે તમામ દલિલો અને આધાર-પુરાવાને ધ્યાને લઈને સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લા શેખ દ્વારા આરોપી હરસિંગ રાઠવાને ૨૦ વર્ષની સજા અને રૂા. ૮૦૦૦ દંડ તથા પીડિતાને રૂા. ૭ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.