Gondal: રાજકોટમાં પુરપાટ વેગે જઈ રહેલી થાર જીપના ચાલકે કાબુ ગુમાવતા જીપ ગોંડલ ચોકડી બ્રીજની દિવાલ સાથે બે-ત્રણ વખત અથડાયા બાદ ટ્રક સાથે અથડાઈ ઉભી રહી ગઈ હતી. જે અકસ્માતમાં જીપના ચાલક અજય જયંતિભાઈ રાઠોડ (ઉ.વ. ૨૩, રહે.પાડાસણ, તા. રાજકોટ)નું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બે મિત્રો પૈકી એકને ઈજા થઈ હતી. પાડાસણના ત્રણ યુવાન રાજકોટના મિત્ર સાથે પીપર ગામે ગયા હતા, પરત ફરતી વખતે બનાવ માલવીયાનગર પોલીસે આ અંગે રાહુલ સુરેશભાઈ પરમાર (ઉ.વ. ૨૨, રહે. પાડાસણ)ની ફરિયાદ પરથી તેના મિત્ર મૃતક અજય સામે ગુનો દાખલ કર્યો હતો.
Gondal: રાહુલે પોલીસને જણાવ્યું કે, બપોરે તેણે તેના મિત્ર ઘનશ્યામને ફોન કરી હાલ રાજકોટ જવું છે પૂછતા તેણે તેને આપણે એક મિત્રના માતાનું અવસાન થયું છે ત્યાં જવાનું છે તું સાથે ચાલ કહેતો તે ઘરેથી ચાલીને રોડ પર આવ્યો હતો. જ્યાં તેના મિત્ર ઘનશ્યામ અને અજય થાર લઈને આવ્યા હતા. તે જીપમાં બેસી જતાં | ત્રણેય રાજકોટના આંબેડકરનગરમાં ગયા| હતા જ્યાંથી જીપ ચાલક અજયનો મિત્ર પણ બેસી જતા ચારેય પીપર ગામ ગયા હતા.
ત્યાંથી ચારેય મોડી રાત્રે રાજકોટ આવ્યા બાદ આંબેડકરનગરમાં એક મિત્રને ઉતારી ત્રણેય પરત પાડાસણ જવા રવાના થયા હતા. આ સમયે જીપની સ્પીડ વધુ હોય, ગોંડલ ચોકડીવાળો પુલ ચડતા અચાનક સ્પીડબ્રેકર આવતા ચાલક અજયે કાબુ ગુમાવતા જીપ બે-ત્રણ વખત બ્રીજની દિવાલ સાથે અથડાઈ હતી. બાદમાં આગળ ટ્રકમાં અથડાઇ જીપ ઉભી રહી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જીપ ચાલકને બહાર કાઢી ૧૦૮ મારફતે સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રાહુલને સામાન્ય ઇજા થઈ હતી.