Junagadh: જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાના બામણાસા ઘેડના ગામડાઓના ખેડૂતોની વહારે AAP ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ પહોંચ્યા હતા. પ્રવીણ રામની સાથે સાથે રાજુભાઈ બોરખતરીયા, પ્રવીણ પટેલ ,કરશનભાઈ સોલંકી,કિશોરભાઈ તેમજ સ્થાનિક લોકો અને ખેડૂતો હાજર રહ્યા હતા. પરિસ્થિતિ જોઈને AAP નેતા પ્રવીણ રામે જવાબદાર અધિકારીઓને ફોન કરી કડક શબ્દોમાં અધિકારીઓને તતડાવ્યા હતા. હજુ સુધી કોઈ ભાજપના કોઈ નેતા સ્થળ પર આવ્યા નથી, ત્યારે પ્રવીણ રામની મુલાકાત પછી ભાજપના નેતાઓ સ્થળ પર જશે કે નહીં એ આવનારા સમયમાં ખબર પડશે.

આ જગ્યા પરથી facebook લાઈવ કરીને આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે જણાવ્યું હતું કે, હાલ અમે જે જગ્યા પર છીએ ત્યાં પાણીનું નહીં પરંતુ વેદનાનું પૂર આવ્યું હતું. ભાજપના 30 વર્ષના શાસનમાં વારંવાર અને વર્ષોથી અહીંના લોકો ઘેડની રજૂઆતો કરી રહ્યા છે. દર વર્ષે ઘેડ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે અને ખેડૂતોને ખૂબ જ મોટાભાઈ નુકસાન થાય છે. તેમ છતાં પણ તંત્ર અને ભાજપ સરકારને કોઈ પણ જાતનો ફેર ન પડતો હોય એવું લાગી રહ્યું છે. હાલો અમે કેશોદ તાલુકાના બામણાસા ગામે છીએ. બામણાસામાં એક મકાન ધરાશાયી થઈ ગયું છે તે જગ્યા પર અમે ઉભા છીએ. અહીંયા જે પારો તૂટે હતો એ માટીનો ન હતો પરંતુ એ કોન્ક્રીટથી બનાવેલો હતો. તો હવે તેની મજબૂતાઈ ઉપર પણ અમે સવાલ પૂછી રહ્યા છીએ. અમને લાગી રહ્યું છે કે એમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવા ચાન્સીસ છે. આપણે ભગવાનને આભાર વ્યક્ત કરીશું કે આ પારો તૂટ્યા બાદ કોઈની જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોને ઘણું નુકસાન તો થયું જ છે. શું લોકોની જાનહાની થાય તેની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી છે? જો પાણીનું વહેણ અહિયાં ધીમું ન પડ્યું હોત તો આજુબાજુના તમામ મકાનો ધરાશાયી થઈ જાત. તો આવી પરિસ્થિતિમાં સરકાર અને તંત્ર શું કરી રહ્યા છે?