AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ, નળ સે જલ યોજના અને મનરેગા કૌભાંડથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે BJP અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ નૌટંકી શરૂ કરી છે. મોરબીના ધારાસભ્ય હાલ મોરબીથી ગાંધીનગર જવા રવાના થયા છે અને ક્યાંય જાત્રાએ જતા હોય તે પ્રમાણે 40-50 લોકો તેમને મુકવા માટે આવે છે, અને જે રીતે એ લોકો ખુશ હતા અને હસી રહ્યા હતા તે જોઈને લાગતું હતું કે તેઓ મનમાં અને મનમાં વિચારતા હશે કે મોરબીના ધારાસભ્ય જો રાજીનામું આપી દે તો તેમનો છુટકારો થઈ જાય. કાંતીકાકા હવે ગાંધીનગર જઈ વિડીયો બનાવશે અને કહેશે કે હું આવી ગયો ગોપાલભાઈ ના આવ્યા. તો હું એમને કહેવા માંગીશ કે ગોપાલભાઈએ કહ્યું હતું કે “12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં કાંતીકાકા રાજીનામું આપશે ત્યારબાદ તેઓ તેમની ચેલેન્જ સ્વીકારવા માટે કંઈ વિચારશે.” આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈએ ક્યાંય પણ રાજીનામુંનો ઉલ્લેખ કર્યો ન હતો. કારણ કે હજુ સુધી ગોપાલભાઈની શપથવિધિ પણ થઈ નથી.

કાંતીકાકાને હું કહેવા માંગીશ કે તમે મોરબીથી આટલા દૂર ગાંધીનગર ગયા છો તો હવે એમ ને એમ પાછા ન આવતા પરંતુ તમે એવું કહ્યું છે તો હવે રાજીનામું આપીને જ આપજો. હું ભાજપને કહેવા માંગી છે કે તમને લોકોને કામ કરવામાં અને જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં જરા પણ રસ નથી પરંતુ આવી રાજનીતિમાં લોકોનું ધ્યાન અટકાવવામાં જ તમને રસ છે. હજુ પણ અમે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારે રાજીનામા આપવા હોય તો તમારી આખી સરકાર રાજીનામું આપી દે પછી અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ. હું મોરબીના ધારાસભ્ય કાંતિકાકાને પણ કહેવા માંગીશ કે તમે પણ કહીને આવો કે આખી સરકાર રાજીનામું આપી દે પછી લોકો નક્કી કરશે કે કોનું શું કરવું અને કોને વોટ આપવો. બસ કાંતિકાકાને વિનંતી કે વિડીયો બનાવીને પરત ન આવતા રાજીનામું આપીને જ પરત આવજો.