AAP News: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂતીથી આગળ વધી રહી છે અને ગુજરાતના ખૂણે ખૂણે કિસાન મહાપંચાયત, ગુજરાત જોડો જનસભા, મહોલ્લા સભા, વિધાનસભા કાર્યકર્તા બેઠક અને સંગઠન બેઠક યોજવામાં આવી રહી છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય તથા પ્રદેશના નેતાઓએ મહેસાણા વિધાનસભામાં વિધાનસભા કાર્યકર્તા બેઠકમાં હાજરી આપી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ઉત્તર ઝોન પ્રભારી રાજેશ શર્માની આગેવાનીમાં આજે મહેસાણામાં વિધાનસભા કાર્યકર્તા બેઠકનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા પ્રદેશના નેતાઓની સાથે સાથે મહેસાણા ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જ જયદેવસિંહ ચાવડા, લોકસભા ઈન્ચાર્જ ભરત પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ રાકેશ ચૌહાણ, વિધાનસભા કો- ઇન્ચાર્જ જયેશ પટેલ, સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી (મહિલા વિંગ) યાસ્મીનબેન પઠાણ, સ્ટેટ જોઇન્ટ સેક્રેટરી (SC વિંગ) જીતુ કપાડિયા સહિત સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ વિધાનસભા કાર્યકર્તા બેઠકમાં AAP નેતા દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ યાદવ, મનોજ સોરઠીયા અને રાજેશ શર્માએ મહેસાણા વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ચાલી રહેલા કામોની સમીક્ષા કરી હતી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણી મુદ્દે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સંગઠનની રણનીતિ બનાવી હતી અને સંગઠન વધુ મજબૂત બને એ દિશામાં નક્કર પગલાં લેવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આમ આદમી પાર્ટી મહેસાણા વિધાનસભાની સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ પોતાનો વ્યાપ વધારી રહી છે, જે પરથી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં મહેસાણા વિધાનસભામાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક પરિણામો મળશે.