Manish Sisodia News: આમ આદમી પાર્ટી દિલ્હીના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી મનિષ સિસોદીયાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે દેશમાં આજે ફરીથી એક વાર આ વાત સાબિત થઈ ગઈ છે કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગેરંટી આપે છે ત્યારે તેમની પાર્ટી અને તેમની સરકારો તેને પૂરી કરીને બતાવે છે. અને જ્યારે નરેન્દ્ર મોદીજી ગેરંટી આપે છે ત્યારે તેમની પાર્ટી અને તેમની સરકારો કહે છે કે એ તો માત્ર જુમલો હતો, અને તેઓ પછી કંઈ બોલી શકતા નથી. કેજરીવાલજીએ 2022માં પંજાબની જનતાને ગેરંટી આપી હતી કે જો તેમની ઈમાનદાર સરકાર બનાવશો તો દરેક મહિલાને એક-એક હજાર રૂપિયા મળશે. આજે ખૂબ ખુશીની વાત છે કે માત્ર એક હજાર રૂપિયાની ગેરંટી જ પૂરી કરવામાં આવી નથી, પરંતુ કેટલીક મહિલાઓને એક હજાર પાંચસો રૂપિયા પ્રતિ મહિના આપવાનું વચન પણ તેમણે પૂરું કર્યું છે. જે વચન આપ્યું હોય તેનાથી પણ વધુ કરીને બતાવવું આ જ કેજરીવાલની રાજનીતિ છે. આ જ ભગવંત માનની રાજનીતિ છે. આ જ આમ આદમી પાર્ટીની રાજનીતિ છે.

Manish Sisodiaએ વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ, નરેન્દ્ર મોદીજીએ છેલ્લી દિલ્હી ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું. તેમણે દિલ્હીની બહેનોને કહ્યું હતું કે ધ્યાન રાખો, આઠ માર્ચ આવે છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી હતી. તેમણે કહ્યું હતું કે 8 માર્ચ 2025થી તમારા ખાતામાં દર મહિને 2500 રૂપિયા આવવા લાગશે. પરંતુ આજે 8 માર્ચ-2026 છે અને હજુ સુધી કંઈ આવ્યું નથી. એક તરફ ભગવંત માનની પંજાબ સરકાર અને આમ આદમી પાર્ટીના મંત્રીઓ દિવસ-રાત પ્રયાસ કરે છે કે કેજરીવાલજીએ જે ગેરંટી આપી છે તે પૂરી થાય. જ્યારે બીજી તરફ ભાજપની સરકારો ઘણી વખત પોતાના વચનો પરથી પાછી ફરતી જોવા મળે છે.