સૌરાષ્ટ્ર અને કચ્છના જીલ્લાઓમાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાન થયું છે, જેનું યોગ્ય વળતર ચૂકવાતું નથી, નિયમો નિવે મુકી માત્ર ઓફિસમાં બેસીને ઉપરની સૂચના મુજબ નુકસાનીના આંકડા લખવામાં આવ્યા છે. આ મુદ્દા પર આજે Aam aadmi partyના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાની આગેવાનીમાં સૌરાષ્ટ્ર- કચ્છના દરેક જીલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારીના મારફતે કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. આ દરમિયાન Aam aadmi partyના પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓની સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
આ આવેદનપત્રમાં કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધારે વરસાદના કારણે ખેડૂતોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. આ નુકસાનના સર્વે માટે ટીમ ગઈ હતી એ ટીમોએ આખી પ્રક્રિયાને ઠેબે ચડાવી. દરેક ખેતરે પોતાની કમિટીના સભ્ય તરીકે સરપંચ તલાટીને સાથે રાખીને પંચરોજ કરવાનું હોય તેના બદલે માત્ર ઓફિસમાં બેસીને કે ક્યાંક ને ક્યાંક તો ગામના આગેવાનોને માત્ર ફોનથી પૂછીને નુકસાનીના આંકડા લખ્યા જેના કારણે ખેડૂતોને મળવા પાત્ર જે રકમ હતી તે મળી નહીં અને ઉપરથી ખેડૂતો પાસેથી સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરાવડાવ્યા. જ્યારે સહાયની રકમ જમા થાય ત્યારે ખેડૂતોને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને સર્વેની ટીમે આંકડા ખોટા લખ્યા છે.
અમુક ખેડૂતોના ખેતર પર સર્વે થયો બાદમાં આંકડા બદલી નાખવામાં આવ્યા તો અમુક ગામ ને તો સર્વેથી જ બાકાત રાખવામાં આવ્યા. જાણી જોઈને પિયત વિસ્તારમાં ગમે ખેડૂત નું ગામે તેટલું ક્ષેત્રફળ હોય પરંતુ નુકસાન અડધાથી એક હેક્ટરનું લખવામાં આવ્યું યા તો બીન પીયત ગણી ઓછું વળતર ચૂકવવાનું ષડયંત્ર થયું છે. 2000થી લઇ 5000 હજાર રૂપિયા જેવી નજીવી રકમ આપી ખેડૂતો સાથે મજાક કરી અને ખેડૂતોને દાઝ્યા પર ડામ આપવાનું કામ આ સરકારે કર્યું છે. પિયત વિસ્તારમાં પ્રતિ હેકટર રું 22000 બીન પીયત વિસ્તારમાં પ્રતિ હેકટર 11000 બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની સરકારે જાહેરાત કરેલી પરંતુ સર્વેની ટીમે જાણી જોઈ નુકસાનીનું ક્ષેત્રફળ ઘટાડી ખેડૂતો સાથે ક્યારેય ન શાખી લેવાય એવી છેતરપિંડી કરી છે. અમારો સવાલ છે કે નુકસાનીના આંકડા કોણે બદલ્યા? કોણે ઓફિસમાં બેસીને સર્વે કર્યો? ખેડૂતો સાથે જેણે અન્યાય કર્યો એના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ