Dr. Karan Barot AAP News: આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barotએ એક વિડિઓ મારફતે જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સતત વિસ્તરી રહ્યું છે અને દિવસેને દિવસે ગુજરાતની જનતાના દિલમાં પાર્ટીનું સ્થાન વધુ મજબૂત બનતું જાય છે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા નિષ્ઠાપૂર્વક અને કર્તવ્યભાવથી કામ કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતની જનતાનો પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ગુજરાતમાં 18,000થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓના માધ્યમથી ગુજરાતની જનતાને પાર્ટી સાથે જોડવાનું તેમજ જનતાના મુખ્ય પ્રશ્નો ઉઠાવવાનું કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવશે.

અરવિંદ કેજરીવાલનું 17 તારીખે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. 18 તારીખે મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર આવરી લેવામાં આવશે. ત્યારબાદ 19 તારીખે પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓ આવરી લેવામાં આવશે. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરૂ પાડશે. આ સંમેલનોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા સહિત તાલુકા, જિલ્લા, મહાનગર અને બુથ લેવલનાં કાર્યકર્તાઓ હાજર રહી અરવિંદ કેજરીવાલનું માર્ગદર્શન મેળવશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનાત્મક રીતે વધુ મજબૂત બની આગામી સમયમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે તેવો વિશ્વાસ પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.