Aam admi partyના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવજી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન સેક્રેટરી અને વિસાવદર સીટના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આજે જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ મિટિંગમાં તમામ પ્રદેશના નેતાઓની સાથે સાથે પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં આમ આદમી પાર્ટીના સંગઠનને ગુજરાતના ખૂણે ખૂણે ફેલાવવા અને વધુ મજબૂત બનાવવા માટે રણનીતિ બનાવવામાં આવી. સાથે સાથે આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી મુદ્દે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવી અને આવનાર ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવી. 13 એપ્રિલના રોજ વિસાવદર ખાતે સમગ્ર ગુજરાત પ્રદેશના સંગઠનનું કાર્યકર્તા સંમેલન યોજાશે. આ મહાસંમેલનમાં ગુજરાતની તમામ લોકસભા અને વિધાનસભાઓના પ્રમુખ હાજર રહેશે. 13 એપ્રિલ બાદ સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકના સંગઠન નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે.