Sagar Rabari News: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા Sagar Rabariએ હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન બાદ જે ખેડૂતો જેલમાં છે તેમને જેલમાંથી બહાર લાવવા માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બોટાદ કડદા કાંડને લઈને આંદોલન થયું અને નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં છે. તેમને જેલમાંથી છોડાવવા માટે પહેલા જથ્થામાં કેટલાક ખેડૂતોની બોટાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.અત્યારે એ જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ ગઈ છે અને આવતા મંગળવારે 11 તારીખે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે એના માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલોને લાવી રહી છે.
ખેડૂત નેતા Sagar Rabariએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈના મનમાં શંકા કુશંકા હોય કે હવે ખેડૂતોનું શું થશે? તો હું તેમને આશ્વાસન અને ખાતરી આપવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ખેડૂતોને જરા પણ ભૂલી નથી એમના પરિવારના સંપર્કમાં છે. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે જે પણ કાનૂની લડાઈ લડવાની છે એ પૂરી મજબૂતાઈ સાથે લડી રહી છે અને અમને આશા છે કે ગુજરાત હાઇકોર્ટમાંથી ખેડૂતોને જામીન મળશે અમને અદાલત ઉપર પૂરો વિશ્વાસ છે સાથે સાથે જે મુદ્દા માટે ખેડૂતો જેલમાં ગયા છે એ મુદ્દાઓની લડાઈ પણ આમ આદમી પાર્ટી લડી રહી છે. એટલે હું તમામ ખેડૂતોને ખેડૂત પરિવારોને ખાતરી આપું છું કે તમને કોઈ પણ રીતે મૂંઝવવાની જરૂર નથી.કોઈ તમને ડરાવવાની કોશિશ કરે કે કોઈ પણ પ્રકારની અફવાઓમાં તમારે આવવું નહીં તમારી સાથે પાર્ટી મજબૂતાઈથી ઉભી છે. દરેક પરિવારના ફોનનો વ્યવસ્થિત વિગતવાર જવાબ આપવામાં આવે છે અને હવે હાઇકોર્ટમાં જ્યારે કેસ દાખલ થઈ ગયો છે તો હવે આ નિર્દોષ ખેડૂતો જેલમાંથી બહાર આવી જશે.





