Aam Admi Party આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત સંગઠન નિર્માણ કરી રહી છે. હાલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને સહ પ્રભારી દુર્ગેશ પાઠકે, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા ની અધ્યક્ષતા માં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂતીથી નિર્માણ કરવા માટે અને સમગ્ર ગુજરાતમાં સંગઠનને ફેલાવવા માટે રણનીતિ બનાવી છે. આ રણનીતિ અનુસાર આજે મિશન 2027 અંતર્ગત કુલ 450થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
મિશન વિસ્તાર 2027 અંતર્ગત આજે ગુજરાતના તમામ ઝોનના ઝોન પ્રભારીની નિમણુક કરવામાં આવી છે, ગુજરાતની તમામ લોકસભામાં લોકસભા ઇન્ચાર્જ અને લોકસભા કો-ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે તમામ વિધાનસભાઓમાં વિધાનસભા ઇન્ચાર્જ અને વિધાનસભા કો-ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાના લક્ષ સાથે ઉપરોક્ત પદોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો આમ આદમી પાર્ટીના સંગઠન નિર્માણના કામને વેગ આપશે અને ગુજરાતના ઘરે-ઘરે આમ આદમી પાર્ટીને પહોંચાડવા માટેનું કામ કરશે. હજુ આવનારા સમયમાં વધુ જવાબદાર વ્યક્તિઓને હોદ્દાઓ સોંપવામાં આવશે.