Rajkot જામકંડોરણાના ઈશ્વરિયા ગામે રહેતા પ્રકાશ સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.૩૬)ને રાજકોટમાં ભેટી ગયેલી રીક્ષા ગેંગે ૧૦ હજારની રોકડ સાથેનું પાકીટ તફડાવી લીધાની ફરિયાદ થતાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.

Rajkot: રૂા. ૧૦ હજારની રોકડ સાથેનું પાકીટ તફડાવી લીધું, સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા તપાસ

Rajkot: ફરિયાદમાં પ્રકાશભાઈએ જણાવ્યું છે, કે ગઈ તા. ૩૦ના રોજ પોતાના ગામથી રાજકોટના રેલનગરમાં રહેતા મોટા બેન યોગીતાબેનને ત્યાં જવા માટે નીકળ્યો હતો. રાજકોટ પહોંચ્યા બાદ માધાપર | ચોકડીથી બ્રીજ ઉતરતા રેલનગર જવા માટે સીએનજી રીક્ષામાં બેઠો હતો. તે | વખતે રીક્ષામાં અન્ય ત્રણ પેસેન્જરો પણ બેઠા હતાં. બજરંગવાડી ચોકીથી આગળ |

રીક્ષા ચાલકે હું બીજા પેસેન્જરોને ઉતારીને | પરત આવું છું તેમ કહી તેને ઉતારી દીધો હતો. ત્યારપછી તેણે પેન્ટના ખીસ્સા જોતા | રૂા. ૧૦ હજારની રોકડ ઉપરાંત અસ્સલ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથેનું પાકીટ | ગાયબ હતું. ઘણા સમય સુધી તેણે રીક્ષા ચાલકની રાહ જોઈ હતી. પરંતુ તે આવ્યો ન હતો. તેણે રીક્ષા નંબર પણ જોયા ન હતા. આખરે આજે ફરિયાદ નોંધાવી હતી.