Surat, સુરત-શારજાહ ફ્લાઈટમાં પેસેન્જરના સ્વાંગમાં અગાઉ રફ ડાયમંડ ગોલ્ડ તથા વિદેર્શી કરન્સી સાથે એ એકથી 1 વધુ વધુ મુસાફર ઝડપાયા છે. આજે વધુ એક શખ્શને સુરત એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ૪૦ હજાર દીરહામ સાથે ઝડપી પાડીને પુછપરછ બાદ જવા દીધો હોવાની વિગતો સાંપડી છે.

Surat-શારજાહ જતી ફ્લાઈટમાં ઝડપાયેલા પેસેન્જરને પુછપરછ કરી જવા દેવાયો

એરપોર્ટ પર સુરત શારજાહ | ફ્લાઈટમાં મુસાફરના સ્વાંગમાં છેલ્લાંકેટલાક સમયથી વધેલા ગોલ્ડ, રફ ડાયમંડ તથા વિદેશી કરન્સીના કેસો પર કસ્ટમ વિભાગે ૨૨થી વધુ સ્ટાફને તૈનાત કરના નિયંત્રણ આવ્યું છે. જો કે ગોલ્ડ પર કસ્ટમ ડ્યુટી ઓછી થવાના પગલે હાલમાં ગોલ્ડ સ્મગલીંગની સંખ્યામા ઘટાડો નોંધાયો છે. જો કે ગઈકાલે રાત્રે સુરતથી દુબઈ જનારી ફ્લાઈટમાં મુસાફરોના કસ્ટમ ક્લીયરીંગ દરમિયાન એક યુવક પાસેથી રૂ. ૪૦ હજાર દીરહામ મળી આવ્યા હતા.

આ વિદેશી કરન્સી તેની પાસે ક્યાંથી આવી. શા માટે લઈ જતો હતો તે અંગેની પુછપરછ કસ્ટમ વિભાગના અધિકારીઓએ હાથ ધરી હતી. જો કે નિયમ કરતાં વધુ રકમ હોવાથી કસ્ટમ વિભાગે તે વિદેશી કરન્સી જપ્ત કરી યુવકને પુછપરછ બાદ જવા દીધો હતો. સુત્રોના જણાવ્યા મુજબ યુએઈના ચલણ દીરહામનો દર ભારતીય ચલણ એક રૂપિયાની તુલનાએ ૨૨.૭૪ થાય છે.