Ahmedabad: આઈફોન ૧૬ લોન્ચ થયા બાદ આજે તેની ખરીદી માટે મુંબઈમાં બિીકેસી ખાતેના એપલ સ્ટોર પર ભારે લાંબી લાઈનો જોવા મળતાં લોકોના આ ક્રેઝ વિશે ટીકાટિપ્પણનો ધોધ વરસ્યો હતો.
Ahmedabad: લાઈનમાં ઊભા રહેલા કેટલાક લોકોએ કંટાળીને ક્વિક કોમર્સ એપ્સથી ફોન મગાવ્યોઃ થોડી મિનીટોમાં જ ડિલિવરી મળી અમદાવાદનો એક યુવક તો આ ફોન લેવા મુંબઈથી આવ્યો હતો અને તેણે ૨૧ કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ ફોનની ખરીદી કરી હતી. આ યુવકના જણાવ્યા અનુસાર ગયાં વર્ષે પણ તેણે આ પહેલાના મોડલ માટે ૧૭ કલાક સુધી લાઈનમાં ઊભા રહી પ્રતીક્ષા કરી હતી.
અમદાવાદનો ઉજ્જવલ શાહ નામનો યુવક ગુરુવાર સવારના ૧૧ વાગ્યાનો એપલ સ્ટોર બહાર ઊભો રહી ગયો હતો. આખરે આજે તે નવાં મોડલનો ફોન ખરીદનારો પહેલો ગ્રાહક બન્યો હતો.