ભાજપના એક મહિલાનેતાએ અનામત વિરોધી નિવેદન આપ્યું હતું. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ ભાજપને આડે હાથ લેતા મીડિયા સમક્ષ કહ્યું હતું કે, ગઈકાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપની નીતિ આરક્ષણ વિરોધી નીતિ છે. તેમણે ગઈકાલે કહ્યું હતું કે અનામતને ગમે ત્યારે હટાવી દેવાના છીએ. ભાજપના મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપને SC, ST અને OBCનો વિરોધ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પૂછવા માગું છું કે શું તમે તમારી પાર્ટીના મહિલા નેતાના નિવેદન સાથે તમે સહમત છો કે નહીં? આ બાબતે તમારે ખુલાસો કરવો જોઈએ. ભાજપના નેતાઓ ખુલાસો કરે કે શું ભાજપ આગામી સમયમાં આરક્ષણને ખતમ કરવા માંગે છે? SC, ST અને OBCને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન પણ કરશે અને આવેદન પણ આપશે. અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ આ મુદ્દા પર ભાજપના નેતાઓ પાસે ખુલાસો માંગશે.