લો કોલેજ તરીકે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા BCIની કાયદેસર માન્યતા નહી ધરાવતી અમદાવાદની દોલતભાઈ ત્રિવેદી(ડીટી લો કોલેજ) લો કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી પ્રોવીઝનલ સનદ મેળવવા દાદ માંગી છે.

જેની સુનાવણીમાં જસ્ટિસ સંગીતા વિશેણે રાજયના કાયદા સચિવ ગુજરાત યુનિવર્સિટી, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાBCI, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, ડીટી લો કોલેજના પ્રિન્સીપાલ વિરૂધ્ધ નોટિસ જારી કરી તેઓનો જવાબ માંગ્યો છે. બીજીબાજુ, મળતી માહિતી મુજબ, BCIની માન્યતાના અભાવે પ્રોવીઝનલ સનદ માટે અટવાઈ હોય તેવી એક હજાર જેટલી અરજીઓ ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ પડતર બોલી રહી છે.

હાઈકોર્ટે કાયદા સચિવ, BCI, ઓફ ગુજરાત, ડીટી કોલેજને ગુજરાત યુનિ., બાર કાઉન્સિલ નોટિસ જારી કરી જવાબ માંગ્યો

દોલતભાઈ ત્રિવેદી લો કોલેજના, વિદ્યાર્થીઓ તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ ભુનેશ રૂપેરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી નવ ગુજરાત કેમ્પસમાંથી ગ્રેજયુએશન પૂર્ણ કર્યું હતુ અને બાદમાં ડીટી લો કોલેજમાં એલએલબીમાં પ્રવેશ મેળવ્યો હતો. અરજદારોએ ત્રણ વર્ષનો એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત બાર કાઉન્સીલમાં પ્રોવીઝનલ સનદ માટે એપ્લાય કર્યું પરંતુ તેઓને પ્રોવીઝનલ સનદ પૂરી પાડવામાં આવી નહી ત્યારે અરજદારોને જાણ થઇ કે, ડીટી લો કોલેજ વાસ્તવમાં લો કોલેજ તરીકે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મેળવવાની હોય પરંતુ, નિયાની માન્યાની હોય પરંત આ કોલેજે ૨૦૧૧ના વર્ષથી બીસીઆઈની માન્યતા મેળવી જ નથી કે, તે માટેની જરૂરી ફી પણ ભરી નથી.

હવે બીસીઆઈની માન્યતાના અભાવે અરજદાર વિદ્યાર્થીઓની પ્રોવીઝનલ સનદ અટવાઇ છે. પ્રોવીઝનલ સનદ વિના અરજદારો વકીલાતની કામચલાઉ પ્રેકટીસ કે અનુભવ મેળવી શકે તેવી કફોડી સ્થિતિ બની છે ત્યારે હાઈકોર્ટે અરજદારોને પ્રોવીઝનલ સનદ પ્રાપ્ત થાય તે માટે સબધિત સત્તાવાળાઓને હુકમ કરવો જોઈએ. અરજદારપક્ષની રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રાજયના કાયદા સચિવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત, ડીટી લો કોલેજના પ્રિન્સીપાલ વિરૂધ્ધ નોટિસ જારી કરી તેઓની પાસેથી જવાબ માંગ્યો હતો અને કેસની સુનાવણી આગામી મહિનામાં રાખી હતી.

દરમ્યાન આ સમગ્ર મામલે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતાના અભાવે લો સ્ટુડન્ટ્સની પ્રોવીઝનલ સનદ મેળવવા માટેની આશરે એક હજાર જેટલી અરજીઓ ગુજરાત બાર કાઉન્સીલમાં પડતર બોલે છે. લો કોલેજોએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની માન્યતા મેળવવીફરજિયાત હોય છે અને તે માટે દર વર્ષે ઇન્સ્પેકશન ફી ભરવાની હોય છે. ફી ભર્યાબાદ બીસીઆઇની ટીમ આવી કોલેજમાં ઈસ્પેકશન, ચકાસણી અને ખરાઇ કરી જાય ત્યારબાદ માન્યતા અપાતી હોય છે. જો કે, રાજયની આવી ૨૮થી વધુ લો કોલેજો એવી છે કે, જેઓ બીસીઆઈની માન્યતા ધરાવતી નથી અને તેના કારણે આવા વિદ્યાર્થીઓની પ્રોવીઝનલ સનદની એક હજાર જેટલી અરજી હાલ અટવાયેલી પડી છે.