Surat, વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવતી વિશ્વ પદયાત્રીઓની ટીમ ૧૧ દેશોમાં ૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને આજે ૨૦ સભ્યોની ટીમ સુરત આવી પહોંચી હતી. આ ટીમ સુરતમાં ત્રણ દિવસ રોકાશે.રાજયના ૩૩ જિલ્લાઓમાંથી ૨૯ જિલ્લાઓમાં યાત્રા પૂર્ણ કરી છે.

Surat: શાળાઓમાં જાગૃતિ ઝુંબેશ: ટીમે ગુજરાતના ૩૩ જિલ્લાપૈકી ૨૯ જિલ્લામાં પદયાત્રા પુર્ણ કરી છે

સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષારોપણ, માર્ગ| સલામતી, બેટી બચાવો બેટી પઢાવો, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશો ફેલવાતી વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ આજે વિશ્વના ૧૧ દેશોમાં ૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને ટીમ સુરત આવી પહોંચતા જિલ્લા કલેકટર ડૉ.સૌૌરભ પારથી દ્વારા સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. આ યાત્રા વર્ષ ૧૯૮૦માં ૩૦ જુલાઇના રોજ ઉતરપ્રદેશના લખ્ખીમપુર ખીરીથી અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં ગુજરાત રાજયના ૩૩ માંથી ૨૯ જિલ્લામાં વિશ્વશાંતિ વિશ્વપદયાત્રા પૂર્ણ કરી છે. આ યાત્રા દરમ્યાન ૧૪ કરોડ ૫૦ લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે.

આ ટીમના જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોંવિદ નંદ સહિત ૨૦ સભ્યો ત્રણ દિવસ સુરતમાં રોકાઇને શાળાઓમાં વિશ્વશાંતિના ઉદેશો અને પર્યાવરણની જાળવણીની ઝુંબેશમાં જાગૃતિ ફેલાવશે.