લોકસભાની ચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાન માં મોરબી જિલ્લામાં યુવા થી માંડીને વરિષ્ઠ નાગરિકોમાં પણ ઉત્સવનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો હશે હશે મતદાન કરી મતદારની પવિત્ર ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં વરિષ્ઠ પતિ પત્ની હસમુખભાઈ માધાણી તેમજ હંસાબેન માધાણીએ મતદાન કર્યું હતું.
લોકશાહી ના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી વરિષ્ઠ મતદાર શ્રી હસમુખભાઈ માધાણીએ જણાવ્યું હતું. હું બેંકમાંથી રીટાયર્ડ કર્મચારી છું હું અને મારા પત્ની આજે અહીં મતદાન કરવા આવ્યા છીએ. મારી ઉંમર ૮૩ વર્ષ છે અને મારા પત્નીની ઉંમર ૭૯ વર્ષ છે અમે સવારમાં વહેલા આવી સૌથી પહેલું કામ મતદાન કરવાનું કર્યું છે. લોકશાહી માટે મતદાન કરવું ખૂબ જરૂરી છે સૌને પ્રાર્થના કરું છું કે લોકશાહી માટે જરૂર જરૂરથી મતદાન કરજો.
મોરબીના નાગરિકો મતદાન માટે જાગૃત છે. કોઈ વરિષ્ઠ મતદાર લાકડી ના ટેકે તો કોઈ સાથીદારના ટેકે સવારમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવી રહ્યા છે.